આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન
આઈ . સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન: સમુદાયની ભાગીદારીથી સુપોષણ તરફ પ્રયાણ” આ ઉપરાંત વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ ( THR) વિતરણ કરવામાં આવી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૩/ ૧૦/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા સમગ્ર જુનાગઢ શહેરમાં તમામ વોર્ડ કક્ષાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. માનનીય સચિવશ્રી , મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને અનુસરીને , આંગણવાડી કેન્દ્રો , કોમ્યુનિટી હૉલ અને શાળાઓ જેવી જગ્યાઓએ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા જુનાગઢના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી તેમજ અન્ય વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ , કોર્પોરેશન કક્ષાના પ્રતિનિધિઓ ઉપરાંત આઈ.સી...