આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન

 

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની
ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭  જગ્યાએ 
પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન: 


સમુદાયની ભાગીદારીથી સુપોષણ તરફ પ્રયાણ” 
આ ઉપરાંત વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ (THR) વિતરણ કરવામાં આવી


  • મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત તા.૧૩/૧૦/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા સમગ્ર જુનાગઢ શહેરમાં તમામ વોર્ડ કક્ષાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. માનનીય સચિવશ્રી,મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને અનુસરીને,આંગણવાડી કેન્દ્રો,કોમ્યુનિટી હૉલ અને શાળાઓ જેવી જગ્યાઓએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા જુનાગઢના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી તેમજ અન્ય વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ, કોર્પોરેશન કક્ષાના પ્રતિનિધિઓ ઉપરાંત આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી , બાળ વિકાસ યોજના અધિકારીશ્રીહાજરી આપી હતી ઉકત કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમમાં અનુસરવાના થતા ૧૦ પગથીયાં તેમજ CMAM & EGF વિશે વિસ્તૃત માહિતી આપેલ ઉપરાંત પોષણ સંગમ કાર્ડ (૧, , ૩), ICDS સેવાઓ, THRમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન, અને પ્રિ-સ્કૂલ/પૂર્ણા કીટના માહિતીસભર સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા તેમજ આંગણવાડીની કિશોરીઓ દ્વારા સુંદર રંગોળી પણ બનાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે ગંભીર અને સામાન્ય કુપોષણ (SAM/MAM/SUW/MUW) માંથી સુધારો કરીને લીલા ગ્રેડમાં આવેલા બાળકો તેમજ તેમના વાલીઓને પોષણ સંગમના લોગોવાળો ખાદીનો હાથરૂમાલ તેમજ ક્રેયોન્સ કલર અને કલર ચીત્રપોથી આપી સન્માનિત કરાયા હતા.
  • ઉકત કાર્યક્રમની સાથોસાથ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૫  સુધીની તેમની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટે ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઈ.સી.ડી.એસ.  શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પણ આજરોજ “વિકાસ સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા અપાતા ટી.એચ.આર. (Take Home Ration) તેમજ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ સરગવા અને પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સ (રાગી, જુવાર, બાજરી વગેરે)નો ઉપયોગ કરીને વિવિધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની સરળ રીતો વિશે જ્ઞાન આપવાનો હતો. કાર્યક્રમના અંતે લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ (THR) વિતરણ કરવામાં આવી હતી. 







C-MAM & EGF Material Download


Important Links




Comments

Popular posts from this blog

🚨આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં ભરતી...ભરતી...

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ