આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ C-MAM & EGF TRAINNING 2025

 

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ 

C-MAM & EGF TRAINNING 2025


  • મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજયના અતિગંભીર કુપોષિત બાળકોને કે જેઓ તબીબી જટીલતા ધરાવતા નથી તેઓને સામુદાયિક સ્તરે સારવાર આપી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમજ બાળકોમાં થતું કુપોષણ નિવારણ અને રોકથામ માટે અતિગંભીર કુપોષિત બાળકોનું સમુદાય અધારિત પોષણ વ્યવસ્થાપન માટે C-MAM (Community-based Management of Acute Malnutrition) તેમજ  EGF (EARLY GROWTH FALTER) પ્રોટોકોલ બહાર પાડવામાં આવેલ તેમજ તે અંગેના દિશાનિર્દેશ જાહેર કરવામાં આવેલ છે. મિશન ડાયરેકરશ્રી (પોષણ અભિયાન) મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા C-MAM તેમજ  EGF કાર્યક્રમનું જિલ્લાઓમાં અમલીકરણ કરવા માટે આઈસીડીએસ તેમજ આરોગ્ય વિભાગના  જિલ્લા તેમજ તાલુકા/ઘટક/સેજા કક્ષાના કર્મચારીશ્રીઓને ઉકત C-MAM તેમજ  EGF કાર્યક્રમની તાલીમ આપવા જણાવેલ હોય અત્રેથી માન. નાયબ કમિશ્નરશ્રી મ.ન.પા. જુનાગઢ દ્વારા મળેલ મંજુરી અન્વયે ઉકત તાલીમનું આઈ.સી.ડી.એસ. શાખા તેમજ આરોગ્ય શાખા દ્વારા ચાલુ માસ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આયોજન કરવામાં આવેલ જેમાં આઈ.સી.ડી.એસ. શાખા ના તાબા હેઠળના સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકાશ્રીઓ, ડીસ્ટ્રીક્ટ કોર્ડીનેટર (NNM), બ્લોક કોર્ડીનેટર (NNM), પુર્ણા કન્સલટન્ટ, પ્રિ-સ્કુલ ઈન્સટ્રકટર તેમજ આરોગ્ય શાખાના તમામ મેડિકલ ઓફિસરશ્રી, આશા વર્કર તેમજ ANM બહેનોને તાલીમ આપવામાં આવેલ છે. તેમજ સમગ્ર જુનાગઢ કોર્પોરેશનમાં ઉકત C-MAM (Community-based Management of Acute Malnutrition) તેમજ  EGF (EARLY GROWTH FALTER)કાર્યક્રમનું આવનાર સમયમાં અમલીકરણ કરવામાં આવનાર છે.











C-MAM & EGF Material Download



Important Links

Comments

Popular posts from this blog

🚨આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં ભરતી...ભરતી...

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ