Posts

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ ચોથા મંંગળ દિવસ - અન્નવિતરણ અને પુર્ણા દિવસ ઉજવણી

Image
  આજ તા.૨૫-૦૩-૨૦૨૫ એ મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ચોથા મંંગળવાર એટલે કે પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ આ તકે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ વધુમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ પુર્ણા સખી તેમજ સહ-સખી ને પુર્ણા મોડયુલની તાલીમ આપવામાં આવેલ. Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ ત્રીજા મંંગળ દિવસ - બાળ દિવસ અને અન્નપ્રાશન દિવસ ઉજવણી

Image
આજરોજ આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ-૧ અર્બન ના તાબા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ત્રીજા  મંંગળવાર એટલે કે બાળ દિવસ અને અન્નપ્રાશન દિવસ, વાલીમીટીંગ ની ઉજવણી કરવામાં આવેલ. Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન

Image
આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ-૧ અર્બન ના તાબા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના બીજા મંંગળવાર એટલે કે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવેલ સદર ઉજવણીમાં દરેક આંગણવાડી કેન્દ્રો ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ વૃધ્ધિ નિરીક્ષણ બાદ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ પ્રથમ મંંગળ દિવસ - સુપોષણ દિવસની ઉજવણી

Image
  આજરોજ આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જુનાગઢ હેઠળના સેજાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના પ્રથમ મંંગળ દિવસ એટલે કે સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આધાર કીટનું આયોજન

Image
 મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. શાખાની આધાર કીટ નીચે મુજબના સમય સ્થળ અને તારીખે હાજર રહેશે જેથી યોજનાના લાભાર્થીઓએ તેમના આધાર સબંધિત કામગીરી માટે સંપર્ક કરવો ખાસ નોધ:- ઉકત પરિશિષ્ટની વિગતે દર્શાવેલ તારીખ (જાહેર રજાના દિવસો સિવાય ) સામે આપેલ સરનામે આધાર કીટ દૈનિક સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી ચાલુ રહેશે. મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટમાં ૦ થી ૬ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ યોજનાના અન્ય લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો , ધાત્રી માતાઓ , ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના આધાર કાર્ડની સર્વિસ ચાલુ રહેશે. આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટ માં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ ફેરફાર હશે તો તેની જાણ અગાઉના દિવસે અત્રેની ફેસબુક આઈ. ડી. https://www.facebook.com/icdsjumc/ . પર કરવામાં આવશે. Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ - માતાયશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ

Image
  આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ DT:-27-02-2025     મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ યોજનાના લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજનાના લાભાર્થી બાળકો,કિશોરીઓ,સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે જે માટે આંગણવાડી ખાતે નોંધાયેલ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), દર માસે આંગણવાડી કેન્દ્રો પરથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.  આ ઉપરાંત માન. વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ-૨૦૨૩ ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે ત્યારે મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્યમા સમાવેશ થતા વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી) , કાંગ , ચેનો, બંટી (સામો) , કોદરી, વરી વગેરે જેવા મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણાકારી પાકો તરીકે પણ ઓળખવા...

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ PSE Inclusive Training Of AWW

Image
  આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ  PSE Inclusive Training Of AWW DT:-30-01-2025 TO 04-02-2025 આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર  હેઠળ કાર્યરત પ્રોજેકટ પાપા-પગલી અંતર્ગત બાળકો પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેમજ બાળકોનો શારીરિક , માનસિક તેમજ બૌધ્ધિક વિકસ ખીલે તે હેતુસર નાના ભુલકાઓને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે દૈનિક પ્રવૃતીઓ કરાવવામાં આવે છે તેમજ આ અંગે જિલ્લા તેમજ ઘટક દ્વારા આંગણવાડી કાર્યકરોને સમયાંતરે તાલીમ આપવામાં આવે છે હાલ આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ -૧ (અર્બન) દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની સેજા કક્ષાની ઈન્કલુસીવ આંગણવાડી ની તાલીમનું આયોજન તા.૩૦-૦૧-૨૦૨૫ થી તા.૦૪-૦૨-૨૦૨૫ કરવામાં આવેલ છે જેમાં પુર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃતીઓ વિશે આંગણવાડી કાર્યકરોને માહિતગાર કરવામાં આવશે Important Links  Notification :  Click Here