Posts

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આધાર કીટનું આયોજન

Image
 મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. શાખાની આધાર કીટ નીચે મુજબના સમય સ્થળ અને તારીખે હાજર રહેશે જેથી યોજનાના લાભાર્થીઓએ તેમના આધાર સબંધિત કામગીરી માટે સંપર્ક કરવો ખાસ નોધ:- ઉકત પરિશિષ્ટની વિગતે દર્શાવેલ તારીખ (જાહેર રજાના દિવસો સિવાય ) સામે આપેલ સરનામે આધાર કીટ દૈનિક સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી ચાલુ રહેશે. મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટમાં ૦ થી ૬ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ યોજનાના અન્ય લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો , ધાત્રી માતાઓ , ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના આધાર કાર્ડની સર્વિસ ચાલુ રહેશે. આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટ માં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ ફેરફાર હશે તો તેની જાણ અગાઉના દિવસે અત્રેની ફેસબુક આઈ. ડી. https://www.facebook.com/icdsjumc/ . પર કરવામાં આવશે. Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ - માતાયશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ

Image
  આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ DT:-27-02-2025     મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ યોજનાના લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજનાના લાભાર્થી બાળકો,કિશોરીઓ,સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે જે માટે આંગણવાડી ખાતે નોંધાયેલ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), દર માસે આંગણવાડી કેન્દ્રો પરથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.  આ ઉપરાંત માન. વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ-૨૦૨૩ ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે ત્યારે મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્યમા સમાવેશ થતા વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી) , કાંગ , ચેનો, બંટી (સામો) , કોદરી, વરી વગેરે જેવા મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણાકારી પાકો તરીકે પણ ઓળખવા...

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ PSE Inclusive Training Of AWW

Image
  આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ  PSE Inclusive Training Of AWW DT:-30-01-2025 TO 04-02-2025 આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર  હેઠળ કાર્યરત પ્રોજેકટ પાપા-પગલી અંતર્ગત બાળકો પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેમજ બાળકોનો શારીરિક , માનસિક તેમજ બૌધ્ધિક વિકસ ખીલે તે હેતુસર નાના ભુલકાઓને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે દૈનિક પ્રવૃતીઓ કરાવવામાં આવે છે તેમજ આ અંગે જિલ્લા તેમજ ઘટક દ્વારા આંગણવાડી કાર્યકરોને સમયાંતરે તાલીમ આપવામાં આવે છે હાલ આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ -૧ (અર્બન) દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની સેજા કક્ષાની ઈન્કલુસીવ આંગણવાડી ની તાલીમનું આયોજન તા.૩૦-૦૧-૨૦૨૫ થી તા.૦૪-૦૨-૨૦૨૫ કરવામાં આવેલ છે જેમાં પુર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃતીઓ વિશે આંગણવાડી કાર્યકરોને માહિતગાર કરવામાં આવશે Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ DLMRC REVIEW MEETING

Image
  આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ  DLMRC REVIEW MEETING DT:-24-01-2025 તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ માન. નાયબ કમિશનરશ્રી મહાનગરપાલિકા જુનાગઢ ના અધ્યક્ષસ્થાને આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા જુનાગઢ ની કુપોષણ મુકત ભારત અભિયાન (MISSION MALNUTRITION FREE INDIA-2022) અંતર્ગત જિલ્લા કક્ષાની માસિક સમીક્ષા બેઠક યોજવામાં આવેલ આ તકે માન. નાયબ કમિશનરશ્રી તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. દ્વારા આઈ.સી.ડી.એસ. યોજનાના તમામ કોંપોનેન્ટનો રીવ્યુ કરવામાં આવેલ તેમજ નબળા ઈન્ડીકેટર ની કામગીરી સુધારવા સુચના આપવામાં આવેલ Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ C-MAM & EGF TRAINNING 2025

Image
  આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ  C-MAM & EGF TRAINNING 2025 મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાજયના અતિગંભીર કુપોષિત બાળકોને કે જેઓ તબીબી જટીલતા ધરાવતા નથી તેઓને સામુદાયિક સ્તરે સારવાર આપી સામાન્ય સ્થિતિમાં લાવવા તેમજ બાળકોમાં થતું કુપોષણ નિવારણ અને રોકથામ માટે અતિગંભીર કુપોષિત બાળકોનું સમુદાય અધારિત પોષણ વ્યવસ્થાપન માટે C-MAM (Community-based Management of Acute Malnutrition) તેમજ  EGF (EARLY GROWTH FALTER) પ્રોટોકોલ બહાર પાડવામાં આવેલ તેમજ તે અંગેના દિશાનિર્દેશ જાહેર કરવામાં આવેલ છે. મિશન ડાયરેકરશ્રી (પોષણ અભિયાન) મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા C-MAM તેમજ  EGF કાર્યક્રમનું જિલ્લાઓમાં અમલીકરણ કરવા માટે આઈસીડીએસ તેમજ આરોગ્ય વિભાગના  જિલ્લા તેમજ તાલુકા/ઘટક/સેજા કક્ષાના કર્મચારીશ્રીઓને ઉકત C-MAM તેમજ  EGF કાર્યક્રમની તાલીમ આપવા જણાવેલ હોય અત્રેથી માન. નાયબ કમિશ્નરશ્રી મ.ન.પા. જુનાગઢ દ્વારા મળેલ મંજુરી અન્વયે ઉકત તાલીમનું આઈ.સી.ડી.એસ. શાખા તેમજ આરોગ્ય શાખા દ્વારા ચાલુ માસ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન આયોજન કરવ...

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ પોષણ ઉત્સવ-૨૦૨૪

Image
  આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ  પોષણ ઉત્સવ-૨૦૨૪ સરકારશ્રીની સુચના અનુસાર લોકો ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો ની મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભઆશયથી આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢના તાબા હેઠળના તમામ સેજા ખાતે સેજા કક્ષાની પૌષ્ટીક વાનગી સ્પર્ધા (પોષણ ઉત્સવ-૨૦૨૪) નું આયોજન કરવામાં આવેલ સદર ઉજવણીમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પુર્વ મેયરશ્રી, સ્થાનિક અર્બન સેન્ટરના કર્મચારીશ્રીઓ, સખી વન સ્ટોપ સ્ટેશનના કર્મચારીશ્રીને હાજર રાખેલ આ તકે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો તેમજ આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલ  લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને વાનગી પ્રદર્શન બદલ તમામ સેજા કક્ષાએ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તેઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. Important Links  Notification :  Click Here